સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિશેષ વ્યાખ્યાનનું આયોજન

ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા ભવનના વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિશેષ વ્યાખ્યાનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રેરણાદાયી જીવન, તેમના સંઘર્ષ, દૃઢ નિશ્ચય, નેતૃત્વક્ષમતા, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતા માટેના અમૂલ્ય યોગદાનથી પરિચિત કરાવવાનો હતો. સાથે જ તેમના જીવનમાંથી વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક, સામાજિક અને વ્યક્તિગત જીવનમાં કઈ રીતે પ્રેરણા મેળવી શકે તથા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કયા ગુણો અને મૂલ્યો કેળવવા જોઈએ તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ભવનના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિશેષ વ્યાખ્યાનને માત્ર વક્તવ્ય પૂરતું સીમિત ન રાખતાં વિદ્યાર્થીઓને પણ પોતાના વિચારો, જ્ઞાન અને સરદાર પટેલના જીવન સાથે જોડાયેલા પ્રેરણાત્મક પ્રસંગો રજૂ કરવાની તક આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સ્ટેજ પર આવીને ઉત્સાહભેર પોતાના વિચારો અને જ્ઞાનનું આદાનપ્રદાન કર્યું હતું. આથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, વક્તૃત્વ કૌશલ્ય, અભિવ્યક્તિની ક્ષમતા અને સામૂહિક સહભાગિતાને પ્રોત્સાહન મળ્યું હતું.

આ પ્રસંગે ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયા દ્વારા તમામ વિદ્યાર્થીઓને સરદાર પટેલના જીવનમૂલ્યો, રાષ્ટ્રીય એકતા, શિસ્ત, સમર્પણ અને દૃઢ સંકલ્પ જેવા ગુણોને જીવનમાં ઉતારવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમમાં ભવનના અધ્યાપકગણ તેમજ બિન-શૈક્ષણિક કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌની સહભાગિતાથી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહસભર અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી રાષ્ટ્રપ્રેમ, એકતા, નેતૃત્વ, દૃઢ નિશ્ચય અને જીવનમાં સતત શીખતા રહેવાની પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. ભવન દ્વારા કરવામાં આવેલી આ પહેલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને મૂલ્યઆધારિત શિક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ બની રહી હતી.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

30-10-2026